રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 73 દર્દીના મોત

0
20

ગાંધીનગર
તા : 22
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 12,553 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં કોરોના કાળ બની રહ્યો છે. 24 કલાકમાં 73 દર્દીના મોત થતા હોસ્પિટલોમાં લાશોના ઢગલા પડ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 77 દર્દીના મોતમાં 11 દર્દીના કોવિડમાં મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 28823 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4910 દર્દી સારવાર હેઠળ છે. આજે બપોર સુધીમાં નવા 280 કેસ નોંધાયા છે.

રાજકોટ મનપા કમિશનર ઉદિત અગ્રવાલે રાજકોટ મહાનગરપાલિકાની થયેલી સુચનાનુસાર તમામ હોસ્પિટલની તત્કાલ ઉપસ્થિત થતી ઓક્સિજનની જરૂરીયાત અન્વયે ઓક્સિજન ગેસ ઉત્પાદક, સપ્લાયર અથવા વિક્રેતાના ઓક્સિજન વ્હીકલ ગોંડલ ચોકથી માધાપર ચોક સુધી બી.આર.ટી.એસ. ડેડીકેટેડ બસ લેનનો ઉપયોગ ઉક્ત નિયત થયેલ જાહેર સેવાને અનુલક્ષીને કરી શકશે. રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ. તથા શહેરી બસ સર્વિસનું સંચાલન કરીને રાજકોટ શહેરની જાહેર જનતાને જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.