રાજકોટમાં કોરોના સંક્રમિત મહિલાએ લગાવી મોતની છલાંગ

0
36

રાજકોટ
તા : 20
કોરોના સામે લડવામાં તંત્ર વામણું સાબિત થઇ રહ્યું છે. બીજી તરફ કોરોના ના કારણે લોકોની હિંમત પણ ભાંગી રહી હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પૂર્વે ગોંડલના વાસાવડ ગામે દરગાહની અંદર કોરોના સંક્રમિત દર્દીએ જીવનથી કંટાળી પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી હતી. ત્યારે આજરોજ રાજકોટમાં (Rajkot) રિપોર્ટ પોઝિટિવ આવેલા અને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવેલી મહિલાએ સવારના (Corona Positive Woman Suicide) ચાર વાગ્યા ના અરસામાં પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના એક કાળો કેર વર્તાવ્યો હોય તે પ્રકારનું ચિત્ર આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ઉપસી આવી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત દર્દીઓના એક બાદ એક આત્મઘાતી પગલાંના બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલી તિરૂપતિ સોસાયટી ના નીરૂબેન નામની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સોમવારના રોજ સમરસ હોસ્ટેલ માં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ મંગળવારના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં તેઓએ પાંચ માળની બાલ્કનીમાંથી કૂદી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.