રાજકોટ ડેરી ચેરમેને કિસાન સંઘ પ્રમુખ પર લગાવ્યા ગંભીર આરોપ

0
46

રાજકોટ,તા:24

રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ગરમાયો છે. રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા પર ગંભીર આરોપ લગાવ્યા. જેથી દિલીપ સખીયા રાજકોટ ડેરીના ચેરમેનના આક્ષેપો સામે ધુવા ફુવા થયા. દિલીપ સખીયાએ માનહાનીનો દાવો કરવાની વાત કહી.

આપને જણાવી દઈએ કે આ પહેલા કિસાન સંઘે રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચારનો આરોપ કર્યો હતો. તેથી રાજકોટ ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે હવે ડેરીના ચેરમેન અને કિસાન સંઘના દિલીપ સખીયા સામસામે થયા છે. રાજકોટ ડેરીના ચેરમેન રાણપરિ યાએ દિલીપ સખીયા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલા હતા. તેમણે કહ્યું કે નેપાળ બોર્ડરે 15 કિલો સોનું પકડાયું હતું જેમાં દિલીપ સખિયા સામેલ હતા. આ સિવાય રણપરિયાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે દિલીપ સખિયાના કારણે 3 લોકોએ આપઘાત કર્યો. ઉપરાંત, કાલાવડ ડાયરાના રૂ.1 કરોડ ચાઉં કરી ગયાનો આરોપ પણ લગાવ્યો.