રાજકોટ : શિવ શક્તિ ડેરીમાં 4 લોકોએ કર્યો આપઘાતનો પ્રયાસ

0
188

રાજકોટ
તા : 28
રાજકોટમાં સામુહિક આપઘાતના પ્રયાસ કરાયો છે રાજકોટની પ્રખ્યાત શિવશક્તિ ડેરીમાં એક પરિવારના ચાર સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી છે પરિવારે કેમ આવું પગલું ભરવાનો વારો આવ્યો તેને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ડેરીના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવી તમામ સભ્યોને સારવાર અર્થે ખસેડ્યા હતા આ પરિવારના સભ્યોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમના સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે તો સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે આપઘાતનો પ્રયાસ કરવા પાછળના કારણોની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે પરિવારના આ સભ્યોએ ડેરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.