રાજકોટમાં કેસરિયો લહેરાયો, ભાજપે 68 સીટો કરી કબજે

0
22

રાજકોટ
તા 23
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ ધમાકેદાર પ્રદર્શન કરી સત્તા કબજે કરી લીધી છે. તો કોંગ્રેસનું પરિણામ 2015ની ચૂંટણી કરતા પણ વધુ ખરાબ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ 68 સીટો કબજે કરી લીધી છે. તો કોંગ્રેસના ખાતામાં માત્ર ચાર સીટ આવી છે.

રાજકોટ મહાનગરપાલિકામાં પોતાના પ્રદર્શનથી ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ ફટાકડા ફોડી, મિઠાઈ વહેંચી ઉજવણી કરી રહ્યાં છે. તો કોંગ્રેસના કાર્યાલયમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસનું પ્રદર્શન 2015ની ચૂંટણી કરતા પણ ખરાબ રહ્યું છે. 2015ની ચૂંટણીમાં કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. તો આ વખતે માત્ર ચાર સીટો મળી છે. રાજકોટમાં માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પેનલને જીત મળી છે. આ સિવાય 17 વોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર ચૂંટાયા નથી. તો અપક્ષ અને અન્ય પાર્ટીઓને પણ રાજકોટમાં સફળતા મળી નથી.