RTGS દ્વારા 24×7 કરી શકાશે ઓનલાઈન નાણા ટ્રાન્સફર

0
43

નવી દિલ્હી
તા 12
RBI દ્વારા મોટી રકમનું ઓનલાઈન ટ્રાન્સફર અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ડિસેમ્બર માસથી મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી RTGS સુવિધા ૨૪ કલાક ઉપલબ્ધ થઈ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે. આ પગલાંથી ભારત વૈશ્વિક સ્તરે એવા દેશોની શ્રેણીમાં સામેલ થશે જ્યાં 24 કલાક, સાત દિવસ, બાર મહિનામાં મોટા મૂલ્યની ચુકવણીની ત્વરિત પ્રક્રિયા પ્રણાલી છે. આ અગાઉ સરકારે NEFT ની સુવિધા 24×7 કરી હતી જે બાદ હવે RTGS નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.

RBIએ અગાઉ ડિસેમ્બર 2019 માં NEFTને ચોવીસ કલાક કરી દીધી હતી. RTGS હાલમાં બેંકોના બધા વર્કિગ ડેમાં સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ઉપયોગી થાય છે. RTGSની ચોવીસ કલાક ઉપલબ્ધતા ભારતીય નાણાકીય બજારને વૈશ્વિક બજાર સાથે સંકલન કરવા અને ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોના વિકાસમાં ચાલુ પ્રયત્નોમાં મદદ કરશે. NEFTઅને RTGS પર કોઈ ફી લેવામાં આવતી નથી. રિઝર્વ બેંકે જુલાઈ 2019 થી NEFT અને RTGS દ્વારા ફંડ ટ્રાન્સફર પર ફી લેવાનું બંધ કર્યું છે. દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા સરકારે આ પગલું ભર્યું હતું. મોટી રકમનું તુરંત ટ્રાન્સફર RTGS કરે છે જ્યારે બે લાખ રૂપિયા સુધી નાણાં મોકલવા માટે NEFT કરવામાં આવે છે.