રૂબીના દિલૈક બની બિગ બોસ 14ની વિજેતા

0
58

મુંબઇ
તા : 22
બિગબોસ 14ના ગ્રાન્ડ ફાઈનલનું પરિણામ આવી ગયું છે. રૂબીના દિલૈકે બિગ બોસ 14ની ફાઈનલ જીતી લીધી છે. બિગ બોસન ઓફિશિયલ પેજેસના જણાવ્યા અનુસાર રૂબીના દિલૈકે શાનદાર ગેમ રમી અને રાહુલ વૈદ્યને ધોબી પડછાટ આપી છે. વિજેતા 36 લાખ રૂપિયા માટે રમ્યા હતા. ત્યારે હવે ખબર આવી રહી છે કે, અલી ગોની શોમાંથી એવિક્ટેડ થઈ ગયા છે. આમ આ રીતે ટોપ થ્રીમાં રૂબીના દિલૈક, નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય રહ્યા હતા.

રુબિનાએ શરૂઆતથી લઈને અંત સુધી શોમાં અત્યંત મજબૂતીથી પ્રદર્શન કર્યું હતું. જ્યારે રૂબિના શોમાં આવી ત્યારે તે પોતોના પતિ અભિનવ શુક્લાની સાથે હતી. હતી, પરંતુ તે હંમેશા પોતાની જે ગેમ રમીને જીતી હતી, તે ઘણી વખત હાઈલાઈટ પર રહી હતી, તેમને શો હોસ્ટ અને અભિનેતા સલમાન ખાને ઘણી વખત ફટકાર પણ લગાવી હતી. પરંતુ રૂબિના પોતાના વ્યક્તિત્વ પર અડીખમ રહી હતી. ત્યારે રૂબિનાએ તે સાબિત કરી દીધું કે તેઓ શરૂઆતથી જ પોતાની રિયલ પર્સનાલીટી દેખાડી રહી હતી. જેના કારણે તે ટ્રોફીની હકદાર રહી.