સીએમ રુપાણીએ કોરોનાને માત આપી, RT-PCR રિપોર્ટ નેગેટિવ

0
57

ગાંધીનગર
તા : 21
થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી જ્યારે વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત અચાનક બગડી હતી. ત્યારબાદ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં તેનો હેલ્થ ચેકઅપ કરાયો હતો. જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિજય રુપાણીને ત્યાં જ દાખલ કરાયા હતા અને કોરોનાની સારવાર આપવામાં રહી છે.

ત્યારે હવે ના સમાચાર આવી રહ્યા છે કે મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાને માત આપી છે. આજે સવારે થયેલો તેમનો RT PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી વિજય રુપાણી હવે કોરોના મુક્ત થયા છે.

એક તરફ આજે રાજ્યમાં 6 મનપાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જેના સદર્ભમાં આજે વિજય રુપાણી પણબપોર બાદ રાજકોટ મતદાન માટે જવાના છે. મુખ્યમંત્રી આજે મતદાનના છેલ્લા કલાક એટલે કે પ થી ૬ વાગ્યા દરમ્યાન મતદાન માટે જશે. વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ, રૂમ નં. ૭ જીવનનગર સોસાયટી-૧, બ્રહ્મસમાજ પાસે રૈયારોડ ખાતેના મતદાન મથકેથી પોતાનો મત આપવાના છે. પીપીઇ કિટ પહેરીને તેઓ મતદાન કરશે.