અમદાવાદ જિલ્લા કલેકટર તરીકે સંદીપ સાંગલે સંભાળ્યો ચાર્જ

0
63

અમદાવાદ,તા:10

અમદાવાદ જિલ્લા કલેકટર તરીકે સંદીપ સાંગલે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળતાં તેમણે કહ્યું કે જિલ્લામાં લોકોની જે પણ સમસ્યા હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. સંકલનના જે પણ પ્રશ્નો હશે તેનું નિરાકરણ કરવામાં આવશે. સમગ્ર અમદાવાદ જિલ્લમાં કોરોના સંક્રમણ નિયંત્રમાં લેવા જે પણ જરૂરી કામગીરી કરવાની હશે તે કરાશે. મહત્વનું છે કે સંદીપ સાગલે આ પહેલા તેઓ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર હતા.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવામાં કોરોના વોરિયર ગણાતા ડોક્ટરો પણ સંક્રમિત થઈ રહ્યા છે. શહેરની એસવીપી હોસ્પિટલ, શારદાબેન અને એલ.જી. હોસ્પિટલના ડોકટર્સના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં. જેમાં આ ત્રણેય હોસ્પિટલમાંતી 60 જેટલા ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.. 60માં સૌથી વધુ 24 કોરોના પોઝિટિવ ડોક્ટર એસવીપી હોસ્પિટલના છે. છેલ્લા બે દિવસથી માસ સ્ક્રિનિંગ કરાયું હતું. અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગની કામગીરી વધારી છે. મોટાભાગના જાહેર સ્થળો, સોસાયટીઓ સહિતના સ્થળોએ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેવામાં કોર્પોરેશન સંચાલિત આ ત્રણેય હોસ્પિટલોમાં પણ તબીબોના ટેસ્ટ કરાયા હતા. ત્યારે 60 જેટલા તબીબો સંક્રમિત મળી આવતાં ફફડાટ ફેલાયો છે.