બોલિવૂડ અભિનેતા સંજય દત્તે કેન્સર સામે જીતી જંગ

0
74

મુંબઈ
તા : 21
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્તે કેન્સર સામે લડાઇ જીતી લીધી છે. દિવાળી પહેલા સંજય દત્તના સ્વસ્થ થવાના સમાચારથી ફેન્સમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે. સંજય દત્તે ખુદ ટ્વીટ કરી આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી છે. સંજય દત્તે ટ્વીટમાં પોતાના પરિવાર, મિત્રો અને તમામ ફેન્સનો આભાર માન્યો છે.

સંજય દત્તે લખ્યુ, ગત કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલ રહ્યા છે પરંતુ જેવુ કહેવામાં આવે છે કે ઇશ્વર સૌથી કઠિન લડાઇ સૌથી મજબૂત યૌદ્ધાઓને આપે છે અને આજે પોતાના પુત્રના બર્થ ડે પર હું ખુશ છું આ લડાઇથી જીતીને બહાર આવવા માટે અને તેમણે સર્વશ્રેષ્ઠ ગિફ્ટ આપવા યોગ્ય બનાવવા માટે, જે મારા પરિવારના સ્વાસ્થ અને તેમની સમૃદ્ધિ. આ સંભવ ના થઇ શકતુ તમારા બધાના સપોર્ટ વગર. હું પુરી રીતે અહેસાન માનું છું, પોતાના પરિવાર, મિત્રો અને મારા તમામ ફેન્સ જે મારી સાથે ઉભા રહ્યા અને આ સમયમાં મારી સાથએ મારી તાકાત બનીને ઉભા રહ્યા. આભાર, આ પ્રેમ, દયા અને અસીમ આશીર્વાદ માટે જે તમે મને આપતા રહ્યા.

હું ખાસ કરીને ડૉક્ટર સેવાંતી અને તેમની ટીમનો આભારી છું, નર્સ અને કોકિલાબેન હોસ્પિટલના અન્ય મેડિકલ સ્ટાફ જેમણે ગત કેટલાક અઠવાડિયામાં મારૂ ઘણુ સારી રીતે ધ્યાન રાખ્યુ, વિનમ્ર અને આભારી છું. સંજય દત્તે લખ્યુ કે આ સમાચારને શેર કરતા મારૂ હદય આભારથી ભરાઇ ગયુ છે. હાથ જોડીને તમારો આભાર માનુ છું.