JEE-NEETની પરીક્ષા પર SCના આ નિર્ણયથી 6 રાજ્યોને ઝટકો

0
56

નવી દિલ્હી,તા:04

JEE-NEETની પરીક્ષા માટે 6 રાજ્યો દ્વારા દાખલ કરેલી સમીક્ષા અરજીને સુપ્રીમે ફગાવી દીધી છે. હકીકતમાં, બિન-ભાજપ શાસિત 6 રાજ્યોના કેબિનેટ મંત્રીઓએ JEE-NEET ની પરીક્ષાને સ્થગિત કરવા માટે સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેમાં અદાલતને 17 ઓગસ્ટે પસાર કરેલા આદેશ પર પુનર્વિચારણા કરવા કહ્યું હતું, જેને કોર્ટે ફગાવી દીધું છે.

રિવ્યુ પીટીશન 6 બિન-ભાજપ શાસિત રાજ્યોના કેબિનેટ મંત્રીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં પશ્ચિમ બંગાળના મલય ઘટક, ઝારખંડના રામેશ્વર ઓરાંવ, રાજસ્થાનના રઘુ શર્મા, છત્તીસગગઢના અમરજીત ભગત, પંજાબના બીએસ સિદ્ધૂ અને મહારાષ્ટ્રના ઉદય રવિન્દ્ર સાવંતનો સમાવેશ થાય છે.