દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે: કેજરીવાલ

0
49

નવી દિલ્હી
તા : 06
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. હવેથખી દિલ્હીનું પોતાનું અલગથી શિક્ષણ બોર્ડ હશે. કેબિનેટે આ નિર્ણયને લીલીઝંડી આપી દીધી છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર CBSE અને ICSE બોર્ડનું શિક્ષણ હતું પરંતુ હવેથી વિદ્યાર્થીઓ દિલ્હી બોર્ડની સંલગ્ન શાળાઓમાં દિલ્હી બોર્ડ દ્વારા પ્રસ્તાવિત અભ્યાસક્રમ ભણી શકશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અન્ય રાજ્યોને પણ પોતાના શિક્ષણ બોર્ડ છે અને દિલ્હી બોર્ડનો અભ્યાસ 2021-22 સત્રથી શરૂ થઈ જશે. આ નિર્ણયની અસર માત્ર દિલ્હીની શિક્ષણ વ્યવસ્થા પર જ નહી પરંતુ સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થા પર થશે. કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીની સરકારી શાળાઓમાં એક હીન ભાવના હતી જ્યારે અમે બજેટનો 25% શિક્ષણ પર ખર્ચ કરવાનો શરૂ કર્યો તો પરિવર્તન આવવાની શરૂઆત થઈ. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કર્યો અને શિક્ષકોને વિદેશોમાં ટ્રેનિંગ માટે મોકલ્યા. અમે અમારા વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું શરૂ કર્યું અને ફિઝિક્સ, કેમિસ્ટ્રીના ઓલંપિયાડ માટે વિદેશમાં મોકલ્યા. અનેક જગ્યાએ અમારા દિલ્હીના બાળકો મેડલી જીતીને લાવ્યા.

વધુમાં તેમણે કહ્યું અમે શાળાના પ્રિંસિપાલને એમ્પાવર કર્યાં અત્યાર સુધી દરેક શાળાની અંદર ડાયરેક્ટરેટ ઓફ એજ્યૂકેશનની દખલ હતી. નાની નાની વસ્તુઓ માટે ડાયરેક્ટરેટની મંજુરી લેવી પડતી હતી પરંતુ હવે અમે પ્રિંસિપાલને સત્તા આપી અને તેની 5 હજારના કામની સત્તા વધારીને 50 હજાર કરી દીધી.