અક્ષતની આત્મ હત્યા અંગે શેખર સુમનનો કટાક્ષ

0
116

મુંબઈ,તા:30

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાને ચાર મહિના થવા આવ્યા છે પરંતુ તેમાં હજી સુધી ઉકેલ આવ્યો નથી ત્યાં મુંબઈ માં ભોજપૂરી અભિનેતા અક્ષત ઉત્કર્ષે આત્મ હત્યા કરી લીધી હતી. જોકે તેના પરિવારજનોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ દરમિયાન સુશાંત માટે ન્યાયની લડત લડી રહેલા બોલિવૂડના અભિનેતા શેખર સુમને મીડિયા સમક્ષ કટાક્ષ કરતાં કહ્યું હતું કે આ મામલો એવો ચોંકાવ નારો નથી અને તેથી જ તેને લઈને મોટો હંગામો કરવાની જરૂર નથી.

શેખરે કર્યું હતુ આ ટ્વિટ

શેખરે ટ્વિટ કરી હતી કે વધુ એક બિહારી એક્ટરે ડિપ્રેશનમાં આવીને આત્મ હત્યા કરી લીધી છે. તેના પરિવારને લાગે છે કે આ મર્ડર છે. મને શંકા છે કે સમાચાર ચેનલો આ મુદ્દાને ઉછાળશે કેમ કે તે સંઘર્ષ કરનારો કલાકાર હતો અને તેની કોઈ ખૂબસુરત ગર્લફ્રેન્ડ પણ ન હતી. આ મામલામાં કોઊ સનસનીખેજ વાત નથી. ઉલ્લેખનીય છે કે શેખર સુમન એ લોકો પૈકીનો એક છે જેણે સુશાંતના મોત બાદ તેની સીબીઆઈમાં તપાસ થવી જોઇએ તેવી માગણી કરી હતી. સુશાંત ના પરિવારજનોને મળવા માટે શેખર પટણા પણ ગયો હતો.