અમિત શાહે TMC અને મમતા બેનર્જી પર સાધ્યું નિશાન

0
90

નવી દિલ્હી
તા : 15
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ભાજપની રેલીમાં સામેલ થઈ શક્યા નહીં અને તેમણે રેલીને વર્ચ્યુઅલી સંબોધી. હેલિકોપ્ટરમાં આવેલી ટેક્નિકલ ખામી આ નિર્ણય લેવામાં આવ્યો. રેલીને સંબોધતા અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા, ધ્રુવીકરણના કારણે રાજ્યમાં વિકાસ બરબાદ થઈ રહ્યો છે.

રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે આજે હું ઝારગ્રામમાં પ્રચાર કરવા માટે આવવાનો હતો. દુર્ભાગ્યથી મારું હેલિકોપ્ટર ક્ષતિગ્રસ્ત થયું અને હું તમારા લોકોના દર્શન કરવા માટે ઉપસ્થિત થઈ શક્યો નહીં. તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ટીએમસી સરકારે બંગાળને નવા મુકામ પર પહોંચાડ્યું છે. ભ્રષ્ટાચાર, રાજનીતિક હિંસા, ધ્રુવીકરણ, હિન્દુઓ અને એસસી/એસટીએ પોતાના તહેવારો મનાવવા માટે કોર્ટમાં જવું પડ્યું. એવી સ્થિતિ રાજ્યમાં લાવ્યા છે, જેનાથી રાજ્યમાં વિકાસ બરબાદ થઈ રહ્યો છે.

અમિત શાહે કહ્યું કે એક સમયે બંગાળ ભારતનું લીડર હતું. તે શિક્ષણ, સ્વતંત્રતા સેનાનીઓ, ધાર્મિક નેતૃત્વ અને અનેકનું કેન્દ્ર હતું. એ જ બંગાળ આજે ગુંડારાજમાં સપડાયું છે. તેમણે વધુમાં કહ્યું કે હું આજે આ રેલીમાં ઉપસ્થિત તમામ આદિવાસી ભાઈઓને કહેવા માંગુ છું કે આજે એક સંકલ્પ કરીને જાઓ કે આપણા વિકાસમાં જે સરકાર આડે આવી રહી છે તેને હટાવીને જ દમ લઈશું.