કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો શહીદી દિવસ મનાવશે

0
50

નવી દિલ્હી
તા 20
ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દિલ્હી પાસે આવેલા હરિયાણા અને UP બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ છે. સરકાર અને ખેડૂત બન્ને તરફથી કોઈ પહેલ નથી થઈ. હાલ કોઈ મોટી હલચલ નથી. ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન રોજની જેમ ચાલી રહ્યું છે.

ત્યારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આજે શહીદી દિવસ મનાવશે. તો આ દરમિયાન ધરણા સ્થળ અને આખા પંજાબમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઘણા કાર્યક્રમ વિશેષ હશે. ભારતીય ખેડૂત યૂનિયનના ચીફ સેક્રેટરી માંગે રામ ત્યાગીએ આ માહિતી આપી. પંજાબથી આવેલા વોલેન્ટિયર્સના એક ગ્રુપે સિંધુ બોર્ડર પર પાઘડી લંગર શરૂ કર્યું છે. અહીં ખેડૂતોને ફ્રીમાં પાઘડી બાંધવામાં આવી રહી છે. વોલેન્ટિયર્સ પાઘડી પણ પોતાની સાથે લાવ્યા છે. એ પણ મફતમાં આપવામાં આવી રહી છે.