સ્નેપડિલ રોબોટ દ્વારા સામાન ડિલિવર કરનાર પહેલી ઈ-કોમર્સ કંપની બનશે

0
25

નવી દિલ્હી
તા 15
કોરોના મહામારી કારણે કોન્ટેકટલેસ ડિલિવરીએ સૌથી સુરક્ષિત અને જરૂરી બાબત બની ગઈ છે. આ વાતને ધ્યાનમાં રાખીન ઈ-કોમર્સ કંપની સ્નેપડિલે મહત્તવપૂર્ણ નિર્ણય લીધો છે. સ્નેપડિલે પોતે મળતા ઓર્ડરની ડિલિવરી રોબોટ થકી કરવાનો નિર્ણય લીધો છે. સ્નેપડિલ દ્વારા રોબોટ થકી સામાન ડિલિવરીનો સફળાપૂર્વક ટ્રાયલ દિલ્લી ખાતે કરવામાં આવ્યું છે. આ માટે કંપનીએ ઓટોનોમસ મોબિલિટી સ્ટાર્ટઅપ ઓટ્ટોનોમી IO સાથે મળીને દિલ્હી એનસીઆરમાં પસંદગીના સ્થળોમાં સ્નેપડિલ સાથે ઈ-કોમર્સ ડિલિવરીમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો અને આ ટ્રાયલને સફળતા મળી.

ઓટ્ટોનોમી IOએ ઓટોનોમસ લાસ્ટ-માઈલ અને સ્થાનિક ડિલિવરીઓ કરવા રોબોટ તૈયાર કર્યો છે. આ રોબોટ નજીકના ઘરોમાં, સ્થાનિક શેરીઓમાં, મોટી વસાહતો, સંસ્થાના કેમ્પસ અને અન્ય રહેણાક વિસ્તારોમાં ડિલિવરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રોબોટ વ્હિકલ્સ દ્વારા કોન્ટેક્ટલેસ ડિલિવરી ગ્રાહકો માટે સલામત અને સુવિધાજનક ભવિષ્યનું નિર્માણ કરવાની દિશામાં એક નવું પગલું છે.એની રીતે સાઈડવોક થકી ડિલીવરી પોઈન્ટ સુધી પહોંચશે. આ રોબોટ ગીચ વિસ્તારોમાં નેવિગેટ થવા સ્પેશ્યલાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ રોબોટ મશીન લર્નિંગ, 3D લિડારમાંથી ફ્યુઝ ડેટા અને બહારની દુનિયાની સમજણ મેળવવા કેમેરાનો ઉપયોગ પણ કરે છે.