સોમનાથમાં AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો વિરોધ

0
196

મુંબઇ
તા : 28
સોમનાથમાં AAPની જનસંવેદનના યાત્રા પૂર્વે વિરોધ જોવા મળી રહ્યો છે, AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સુરતમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ બ્રાહ્મણો અને હિન્દુ પરંપરાઓનું અપમાન કરી રહ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

આ વાયરલ થયેલા વીડિયોમાં આપ નેતા કહી રહ્યા છે કે, મારે જે કહેવું છે તે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણ કે મને તમારી જરૂર નથી. વધુમાં સત્ય નારાયણ કથા અને ભાગવત કથાને લઈને પણ ગોપાલ ઈટાલિયાએ સવાલો ઉઠાવ્યા હતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે કથાઓ જેવી અવૈજ્ઞાનિક અને વ્યર્થ વસ્તુઓ પર લોકો પૈસા અને સમયનો વ્યય કરે છે.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું હતું કે આ કર્યા પછી પણ લોકો જાણતા નથી કે આ કરીને તેમને શું મળ્યું. તેઓ અન્યનો સમય પણ બગાડે છે. આવી નકામી ચીજો ઉપર જો આપણે પૈસા પણ ખર્ચ કરીએ તો આપણને મનુષ્યની જેમ જીવવાનો પણ અધિકાર નથી. જેને લઈનો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, મહત્વનું છે કે ગોપાલ ઈટાલિયાએ હિન્દુ માન્યતાઓનું અપમાન કરતા કહ્યું હતું અને સત્સંગ અને કથામાં હાજરી આપનારા લોકોને કિન્નર સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે “મને આવા લોકોની શરમ આવે છે.