BCCIએ સુનીલ ગાવસ્કરનું કર્યું ખાસ સન્માન

0
45

અમદાવાદ
તા : 06
ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બેટસમેન સુનિલ ગાવસ્કરના ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુના આજે 50 વર્ષ પૂર્ણ થતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે તેમનું અમદાવાદમાં સન્માન કર્યું હતું. 71 વર્ષીય પૂર્વ કેપ્ટનને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બ્રેક દરમિયાન સ્મૃતિ સ્વરૂપે ‘સ્પેશ્યલ કેપ’ આપીને ગાવસ્કરને નવાજ્યા હતા.

બોર્ડ સચિવ જય શાહે પોતાના ટવીટર પર પણ આ અંગેની તસવીર અપલોડ કરી છે. તેમણે લખ્યું કે સુનિલ ગાવસ્કરજીના ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાફણના 50 વર્ષ પૂર્ણ થવાની શાનદાર ઉજવણી. તમામ ભારતીયો માટે આ બહુ મોટી ક્ષણ છે અને આપણે દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેની ઉજવણી કરી રહ્યા છીએ.

ગાવસ્કરે 1971થી 1987 વચ્ચે ભારત માટે 125 ટેસ્ટ અને 108 વન-ડે રમીને ક્રમશ: 10122 અને 3092 રન બનાવ્યા છે. જ્યારે 1983ની વિશ્ર્વ કપ વિજેતા ટીમના પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. સચિન તેંડુલકરે 2005માં સૌથી વધુ ટેસ્ટ સદીનો ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે. ગાવસ્કરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પર્દાપણ મેચમાં પહેલી ઈનિંગમાં 65 અને બીજી ઈનિંગમાં 67 રન બનાવ્યા હતા. ભારતે એ મેચ અને શ્રેણી બન્ને જીતી લીધા હતા.