સ્વયંભૂ લોકડાઉન બાદ સોની બજાર આજથી ફરી ધમધમી

0
68

રાજકોટ
તા : 22
એક અઠવાડિયાના લોકડાઉન બાદ આજથી ફરી રાજકોટ સોની બજાર ફરી ધમધમી છે. શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટ ગોલ્ડ એસોસિયેશનને અઠવાડિયા પૂર્વે લોકડાઉન જાહેર કર્યું હતુ. જાહેરાત થતા તમામ વેપારીઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. અને વેપારીઓ આ નિર્ણયમાં સ્વયંભૂ જોડાયા હતા. વેપારીઓએ એસોસિએશનના નિર્ણયને ટેકો આપી લોકડાઉન પાળ્યું હતુ. ત્યારે છેલ્લા એક અઠવાડિયું સોની બજાર સંપૂર્ણ બંધ રહ્યા બાદ આજથી સવારે ૧૦ થી બપોરે ૪ વાગ્યા સુધી સોની બજાર ફરી ધમધમી છે.

ગોલ્ડ ડિલર્સ એસોસિયેશન લોકડાઉન વધુ લંબાવવા વિચારણા કરેલ જયારે રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશને એક અઠવાડિયું લોકડાઉન રાખ્યાબાદ હાલ મંદિના માહોલમાં વધુ લોકડાઉન રાખવું પોસાઈ તેમ ન હોય જેથી ગઈકાલે જેમ્સ એન્ડ જવેલરી એસોસિયેશને લોકડાઉન ઉઠાવી લેતા ગઈકાલથી આ બજાર ખૂલવા પામી હતી તો બીજી બાજુ ગોલ્ડ ડિલર્સ એસોસીએશને પણ અંતે લોકડાઉન વધુ ન લંબાવવા નિર્ણય કરી આજથી રાજકોટ સોની બજારના તમામ વેપારીઓએ દુકાનો ખોલી નાખી છે. જોકે કોરોના સંક્રમણ અટકાવવા સોની બજારની તમામ દુકાનો સવારે ૧૦ થી માત્ર ૪ વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે શહેરની અન્ય બજાર દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન સાથે વેપારીઓ વેપાર કરી રહ્યા છે.