અભિનેતા અને સાંસદ સન્ની દેઓલ કોરોના પોઝિટીવ

0
81

મુંબઈ
તા : 02
ફિલ્મ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ગુરદાસપુરના સાંસદ સની દેઓલનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવે મંગળવારે સની દેઓલને કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ કરી છે. હિમાચલ પ્રદેશના આરોગ્ય સચિવ અમિતાભ અવસ્થીએ જણાવ્યું હતું કે અભિનેતાથી રાજકારણી બનેલા સન્ની દેઓલ છેલ્લા કેટલાક દિવસોથી કુલ્લુમાં રહ્યા હતા.

આરોગ્ય સચિવ અમિતાભે જણાવ્યું હતું કે કુલ્લુના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સન્ની દેઓલ અને તેના મિત્રો મુંબઈ જવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે, ભાજપના સાંસદ મંગળવારે કોરોનાથઈ સંક્રમિત થયા છે. 64 વર્ષીય બોલિવુડના અભિનેતા દેઓલની તાજેતરમાં જ મુંબઇમાં ખભાનું ઓપરેશન કરાવ્યું હતુ, ખાનગી અહેવાલ મુજબ તેઓ કુલ્લુ જિલ્લાના મનાલી નજીકના ફાર્મહાઉસ ખાતે સારવાર લઈ રહ્યા હતા.