કોરોના સંકટને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી

0
23

નવી દિલ્હી
તા : 22
દેશમાં કોરોનાની અત્યંત વિકટ પરિસ્થિતિ પ્રવર્તી હોવાથી તેમજ દવાઓ અને ઓક્સિજનની અછતને લઈને લોકોમાં ઉઠેલી બૂમને પગલે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો નોંધ લેતા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા તેમની પાસે શું યોજના છે. હાઈકોર્ટમાં કોરોના સંલગ્ન કેસોની સુનાવણીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે ઓક્સિજન અને દવાઓના પુરવઠાને લઈને પણ કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્રને જણાવ્યું કે કોરોના સામે લડવા કેન્દ્ર પોતાની રાષ્ટ્રીય સ્તરે શું તૈયારી છે તેમજ યોજના છે તે અંગે જણાવે. કોર્ટે ચાર મુદ્દે જવાબ માંગ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે સરકાર ઓક્સિજન પુરવઠો, આવશ્યક દવાઓ, રસીકરણની પ્રક્રિયા અને લોકડાઉન લગાવવાનો અધિકાર ફક્ત રાજ્ય સરકારનો હોય, કોર્ટનો નહીં…આ અંગે જવાબ આપે.

ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ સુનાવણી વખતે જણાવ્યું કે પ્રવર્તમાન સમયમાં દેશની છ હાઈકોર્ટમાં કોરોના સંલગ્ન કેસોની સુનાવણી થઈ રહી છે. જેમાં દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કોલકાતા, અલ્હાબાદ અને ગુજરાત હાઈકોર્ટનો સમાવેશ થાય છે. ચીફ જસ્ટિસે આટલી બધી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીને લઈને કહ્યું કે, આનાથી ભ્રમ ઉભો થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આ કેસમાં આગામી સુનાવણી 23 એપ્રિલના યોજાશે.