સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 70283 કેસ નોંધાયા

0
43

સુરત
તા : 08
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 70 હજારને પાર કરી 70283 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1220 થયો છે. શહેરમાં 593 અને જિલ્લામાં 73 લોકો સાજા થતા સાજા થનારાઓની કુલ સંખ્યા 65019 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ 4056 એક્ટિવ કેસ છે.

સિવિલ અને સ્મીમેરમાં કોરોનાના કુલ 1108 દર્દી દાખલ છે. જે પૈકી 970 દર્દી ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યા છે. નવી સિવિલમાં કોરોના પોઝિટિવ 810 દર્દી દાખલ છે. કોરોના શંકાસ્પદ તરીકે 119 દર્દી સારવાર લઈ રહ્યા છે. 12 દર્દી વેન્ટિલેટર પર, 139 દર્દી બાયપેપ પર 537 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સ્મીમેરમાં કોરોના પોઝિટિવ 298 દર્દી દાખલ છે. કોરોના શંકાસ્પદ તરીકે 49 દર્દી સારવાર લઈ રહ્યા છે. 20 દર્દી વેન્ટિલેટર પર, 52 દર્દી બાયોપેપ પર અને 210 દર્દીઓ ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહ્યા છે.

શહેર જિલ્લામાં કુલ 10 મોત થયા હોવાનું સરકારી ચોપડા બોલી રહ્યાં છે. જોકે, શહેરની બંને સરકારી હોસ્પિટલ એટલે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી 73 લોકોના અંતિમ સંસ્કાર કોવિડની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં બુધવારે 49 અને સ્મીમેર હોસ્પિટલમાં 14 મૃતદેહની કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.