કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સુરતમાં નોંધાયો

0
155

સુરત
તા : 06
સુરતમાં છેલ્લા કેટલાક દિવસ સુધી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે નવા કોરોના સ્ટ્રેઇનના સગડની સભાવનાએ લોકોમાં ઉચાટ જોવા મળ્યો છે. કોરોના કેસો વધતા પાલનપુર, પાલ, વરાછા, સરથાણામાં ફરી ક્લસ્ટર લાગુ કરવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા યુકેથી આવેલા 3ના સેમ્પલ ફેબ્રુઆરીએ પુણે મોકલ્યા હતા જેમાં એકમાં બ્રિટનના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. જેમાં રાંદેર વિસ્તારની વ્યક્તીમાં સ્ટ્રેઇન જોવા મળ્યો હતો.

સુરતમાં પાલિકા દ્વારા કોરોના કેસો વધતા ચેકીંગ પણ ઝડપી કરવામાં આવ્યું છે. સાથે જ લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પણ પાલિકા કડક પગલાં હાથ ધરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરતમાં કોરોનાની રફતાર તેજ થઇ છે. શુક્રવારના રોજ 101 અને ગ્રામ્યમાં 09 મળી કુલ 110 દર્દી નોંધાયા હતા. કેસ ઘટવાની શરૂઆત બાદ પ્રથમવાર સુરત સિટીમાં કોરોના આંક સદીને પાર કરી ગયો છે. સિટીમાં વધુ 75 અને ગ્રામ્યમાં 07 મળી 82 દર્દીઓને રજા મળી છે.