સુરતમાં એમ્બ્રોઈરીના કારખાના બહાર યુવકની હત્યા

0
51

સુરત
તા : 26
સુરત શહેરના ભટાર વિસ્તારમાં એમ્બ્રોઈરીના કારખાના બહાર યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. બે લૂંટારૂ દ્વારા મોબાઈલ ફોન માટે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ યુવક બચવા માટે ભાગ્યો હતો. જોકે, થોડે દૂર જઈ ઢળી પડ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને સુરતમાં બે મોટા ભાઈ અને તેમના પરિવાર સાથે ભટાર આઝાદનગર રોડ રસુલાબાદ આશિષ રામસાગર કનોજીયા(ઉ.વ.24) રહેતો હતો. આશિષ ભટાર રવિતેજ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતા નં.23 માં મુકેશભાઈના એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતો હતો. ગતરાત્રે નાઈટ શિફ્ટમાં નોકરીએ ગયેલો આશિષ મળસ્કે 4.45 વાગ્યે કારીગર મિત્ર માટે ગુટખા બદલવા ગયો હતો. દરમિયાન 2 લૂંટારૂએ તેના હાથમાંથી મોબાઇલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કારીગરે મોબાઇલ ન છોડતા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.