સુરત : સુપરસ્પ્રેડર્સને સમજાવવા રસ્તે ઉતર્યું વહીવટી તંત્ર

0
12

સુરત
તા : 21
સુરત પાલિકા દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું. સુરતમાં કોરોના સ્થિતિ જે વધી રહી તેને લઈ લોકો સુધી પહોંચવા પાલિકા તંત્ર એલર્ટ બન્યુ છે. સવારે વોકિંગ કે ચા ની કીટલી કે પછી રોડ પર ટોળાઓને સમજાવાની કામગીરી કરવામાં આવે છે. પાલિકાના અધિકારીઓ બેનરો સાથે લોકોને સમજાવામાં આવી રહ્યા છે. મહત્વનુ છે કે આજ રાત્રીના 9 વગયાથી રાત્રી કરફ્યુ લાગશે.

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતાં પાલિકા કમિશનર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. પરંતુ શહેરની પુણાગામ વિસ્તારમાં આવેલી સરદાર શાકભાજી બજારોમાં સોશિયલ ડિસ્ટંસનો અભાવ જોવા મળ્યો છે. બજારમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ પણ માસ્ક વગર જોવા મળ્યા. ત્યારે આવી સ્થિતિમાં શાકભાજીના વેપારીઓ કોરોનાના સુપરસ્પ્રેડર બની શકે છે.