સુશાંત કેસમાં ગુજરાત કેડરના ત્રીજા અધિકારીની એન્ટ્રી શકયતા..!

0
36

નવી દિલ્હી
તા : 26
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી ડ્રગ્સ લેતી હોવાનું અથવા સુશાંતને ડ્રગ્સ આપતી હોવાનું બહાર આવી રહ્યું છે ત્યારે જો આ મુદ્દાની તપાસ નાર્કેાટિક બ્યુરોને સોંપાશે તો ગુજરાત કેડરના ત્રીજા અધિકારીની એન્ટ્રી આ ચકચારી કેસમાં થશે. અત્યારે ગુજરાત કેડરના બે આઈપીએલ અધિકારીઓ મનોજ શશીધર અને ગગનદીસ ગંભીરના વડપણ હેઠળ સીબીઆઈની તપાસ સુશાંત કેસમાં ચાલી રહી છે. આ કેસમાં રિયાની વોટસએપ ચેટની કેટલીક વિગતો બહાર આવી છે જેનાથી એવું લાગે છે કે રિયા પોતે એમડીએમએ નામનું ડ્રગ્સ લેતી હતી અથવા સુશાંતસિંહને આપતી હતી.

જયા નામની એક મહિલા સાથેની રિયાની વાતચીતમાં આ ઘટસ્ફોટ થતાં નાર્કેાટિક કન્ટ્રોલ બ્યુરોની એન્ટ્રી આ કેસમાં થાય એવી સંભાવના છે. જો કે, નાર્કેાટિક બ્યુરોને તો જ તપાસ સોંપી શકાય જો આરોપી પાસેથી ડ્રગ્સનો પુરતો જથ્થો મળી આવ્યો હોય અથવા તે ડ્રગ્સ લે છે એવું સાબીત થાય. અત્યારે વોટસએપ ચેટના આધારે આશંકા જ છે, રિયા ડ્રગ્સનું સેવન કરતી હતી તે કહી શકાય તેમ નથી. રાકેશ અસ્થાના ૧૯૮૪ની બેચના આઈપીએસ અધિકારી છે અને રાજકોટ રેન્જના આઈજી તરીકે પણ કામ કરી ચૂકયા છે. હમણા જ તેમને બીએસએફના ડીજી બનાવવામાં આવ્યા છે અને નાર્કેાટિક કન્ટ્રોલ બ્યુરોનો વધારાનો હવાલો તેમને આપવામાં આવ્યો હતો.