સુશાંતના રૂમમેટ સિદ્ધાર્થ પિઠાનીની CBI દ્વારા કરાઈ પૂછપરછ

0
54

મુંબઈ,તા:22

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી CBIને લીલી ઝંડી મળ્યા પછી 16 સભ્યોની ટીમ મુંબઈમાં છે. સીબીઆઈની એક ટીમ સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી રહી છે.સુશાંતના મોત પછી સિદ્ધાર્થ જ સૌથી પહેલા રૂમમાં ગયો હતો.

CBI ટીમ આજે સુશાંતના બાંદ્રા ખાતે આવેલા ઘરે જઈને સીનને રિક્રીએટ કરી શકે છે. આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા ઘણા લોકોની પણ પૂછપરછ કરી શકે છે. જેમાં સુશાંતના ઘરે કામ કરનારા દીપેશ સાવંત અને કેશવ બચનેર પણ સામેલ છે. CBI આ કેસના મહત્વના સાક્ષી સિદ્ધાર્થ પિઠાનીની પણ પૂછપરછ કરી શકે છે.

CBIની ટીમે મુંબઈ પોલીસના DCP અભિષેક ત્રિમુખે સાથે પણ શુક્રવારે પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તીની કોલ હિસ્ટ્રીમાં પણ સામે આવ્યું છે કે સુશાંત કેસની તપાસ વખતે રિયા અને ત્રિમુખે વચ્ચે ઘણી વખત વાતચીત થઈ હતી.

CBIની ટીમ DCP રેન્કના અધિકારી પરમજીત સિંહ દહિયાની પણ પૂછપરછ કરશે. સુશાંતના બનેવીએ સુશાંતના મૃત્યુના થોડાક મહિનાઓ પહેલા DCP દહિયાને મેસેજ કરીને સુશાંતના જીવને જોખમ હોવાની વાત જણાવી હતી. CBIની ટીમે આ ઉપરાંત આ કેસ સાથે સંકળાયેલા બાંદ્રા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ વાત કરી છે. ટીમ શુક્રવારે લગભગ 10 કલાક સુધી બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જ રહી હતી.

તપાસ પહેલા CBIની એક ટીમે સુશાંતના ઘરે રસોઈ બનાવનાર નીરજ સિંહની પૂછપરછ કરી છે.નીરજનું 40 પાનનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નીરજ સવારે લગભગ 9 વાગ્યે ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો હતો જ્યાં CBIની ટીમ રોકાયેલી છે. CBIએ નીરજને પુછ્યું કે, સુશાંતના મૃત્યુ એટલે કે 14 જૂન પહેલા એના થોડાક સમય પહેલા સુશાંતનું વર્તન કેવું હતું? શું વર્તન પહેલા કરતા બદલાયું હતું. આટલું જ નહીં રિયા ચક્રવર્તીના રોલ અંગે પણ CBIએ પૂછપરછ કરી હતી.