T-20 વર્લ્ડ કપ ભારતને બદલે દુબઈમાં રમાશે

0
125

મુંબઇ
તા : 28
T-20 વર્લ્ડ કપ હવે ભારતને બદલે દુબઈમાં રમાશે તેવી BCCI સેક્રેટરીએ જય શાહે જાહેરાત કરી છે. જય શાહે કહ્યું કે ટી-20 વર્લ્ડ ક્રિકેટ વર્લ્ડ કપ દુબઈ શિફ્ટ કરવાના નિર્ણયની જાણકારી અમે આઈસીસીને આપી દઈશું. તારીખોની જાહેરાત આઈસીસી કરશે.

આઈપીએલ-14 ની બીજા તબક્કાની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી યુએઈમાં થશે. આઈપીએલ પુરી થયાના બે દિવસ બાદ એટલે 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપનું આયોજન થશે. જોકે ટી20 વર્લ્ડ કપ શિડ્યુઅલ અંગે છેલ્લો નિર્ણય આઈસીસી લેશે.

રિપોર્ટ અનુસાર, યુએઈમાં અબુધાબી, શારજાહ અને દુબઈ યી-20 વર્લ્ડ કપની મેજબાની કરશે. તો રાઉન્ડ 1 ની મેચો ઓમાનમાં રમાશે. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું છે કે, અમે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને જણાવીશું કે અમે T20 વર્લ્ડ કપને યુએઈ લઈ જઈ રહ્યા છીએ. તારીખો અંગે આઇસીસી નિર્ણય લેશે.