લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું નિધન

0
20

ચેન્નઈ
તા : 17
લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું ચેન્નઈની હોસ્પિટલમાં સવારમાં જ નિધન થઈ ગયુ છે. વિવેકના નિધનથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર સવારે 4.35 કલાકે એક્ટરનું નિધન થઈ ગયુ હતું. એક દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદને લઈને તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચાર સાંભળી સમગ્ર ઈંડસ્ટ્રીઝમાં શોકની લાગણી ફેલાઈ છે. શુક્રવારે બેભાન અવસ્થામાં વિવેકને ચેન્નઈની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. કહેવાય છે કે, 59 વર્ષિય કોમેડિયન વિવેકે ગુરૂવારે કોરોનાની રસી લીધી હતી.

આપને જણાવી દઈએ કે ગત દિવસે જે માહિતી બહાર આવી હતી, તેમાં કહેવામાં આવ્યું હતું કે હ્રદયની નસમાં 100 ટકા બ્લોકેજ થવાને કારણે લોકપ્રિય તમિલ અભિનેતાને હાર્ટ એટેક આવ્યો છે અને તેની સ્થિતિ નાજુક બની હતી. તેની સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે, તેને કૃત્રિમ ફેફસામાંથી લોહીની નળીઓમાં લોહી વહેવા દેવા માટે એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન (ઇસીએમઓ) મૂકવામાં આવ્યું હતું. ઇસીએમઓ દર્દી, હૃદય અને ફેફસાના શરીરની બહારથી કામ કરે છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ ડો.રાજુ શિવાસેમીએ જણાવ્યું હતું કે 59 વર્ષીય હાસ્ય અભિનેતાની તબિયત પર આગામી 24 કલાક દેખરેખ રાખવામાં આવશે અને ગુરુવારે તેમને અપાયેલી રસી સાથે તેની હાલત અચાનક કથળી રહેલી તંદુરસ્તીનો કોઈ સંબંધ નથી.