તાપીના શિક્ષણાધિકારી બી. એમ. પટેલની ધરપકડ

0
13

તાપી
તા : 17
તાપીના શિક્ષણાધિકારી બી. એમ. પટેલની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાપી જિલ્લામા આવેલી એક સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા 10 લાખની લાંચ માંગી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઈકાલે રાત્રે થવાની હતી. દરમિયાન ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે.

મીડિયાને મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પુર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પુર્તતા સાથે ફરીથી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્યએ રૂબરૂમાં શિક્ષણાધિકારીની મુલાકાત કરી પુર્તતા અંગે ખુલાસો કરતા નોટિસ અંગેની કાર્યવાહી દફતરે કરવા રૂપિયા 10 લાખની લાંચની માંગણી કરી હતી.