લોર્ડઝમાં નહીં રમાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ..!

0
121

મુંબઇ
તા : 07
ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ જીતીને સિરિઝ પર 3-1થી કબ્જો જમાવનાર ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પહોંચી ચુકી છે. ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. જોકે 18 જુને રમાનારી આ ટેસ્ટ મેચનુ સ્થળ બદલાઈ શકે છે. પહેલા આ ઐતહાસિક ટેસ્ટ મેચ ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડઝ મેદાન પર રમાવાની હતી પણ હવે આ મુકાબલો બીજી જગ્યાએ યોજવો પડશે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ફાઈનલ માટે હવે આઈસીસી બીજી જગ્યા શોધી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે, ફાઈનલ ક્યાં રમાશે તેની જાહેરાત જલ્દી કરવામાં આવશે.લોર્ડઝમાં તો આ મેચ નહીં રમાય અને તેના કારણે આઈસીસી બીજા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. લોર્ડઝમાં બાયોબબલની સમસ્યા સર્જાઈ શકે છે, અને તેના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આઈસીસીને સ્થળ બદલવા માટે કહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, પહેલી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાવાની છે. ભારત 520 પોઈન્ટ સાથે અને ન્યૂઝીલેન્ડ 420 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આ બંને દેશો વચ્ચે ફાઈનલ રમાવાની છે. જે ટીમ જીતશે તેને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પહેલો ખિતાબ મળશે.