ટ્વીટરે ભારતમાં લોન્ચ કર્યું વોઇસ DMs ફીચર

0
14

નવી દિલ્હી
તા : 17
Twitterનો ઉપયોગ હવે વધારે મજેદાર બની ગયો છે. ટ્વીટરે દ્વારા તમે હવે વોઈસ મેસેજ પણ મોકલી શકશો. ટ્વીટરે ડાયરેક્ટ મેસેજિંગ માટે નવું વોઈસ મેસેજિંગ ફીચર લોન્ચ કર્યું છે. ટ્વીટરનો વોઈસ ડીએમ 17 ફેબ્રુઆરીથી ભારત, બ્રાઝીલ અને જાપાન માટે લોન્ચ કર્યું છે. આ ફીચરથી યૂઝર્સ ડાયરેક્ટ મેસેજ તરીકે વોઈસ મેસેજ મોકલી શકશે. વોઈસ ટ્વીટની જેમ જ વોઈસ મેસેજ પણ 140 સેકેન્ડ લાંબો હશે.

તેના માટે સૌથી પહેલા તમારે તમારી ટ્વીટર એપને અપડેટ કરવી પડશે. ત્યાર બાદ ડાયરેક્ટ મેસેજિંગવાળા બોક્સમાં જાવ અને વોઈસ રેકોર્ડિંગવાળા બટન પર ક્લિક કરો. ત્યાર બાદ મેસેજ રેકોર્ડ કરો અને મેસેજ મોકલવા માટે તૈયાર છે. તમે ઇચ્છો તો મેસેજ મોકલવાથી તેને સાંભળી પણ શકો છો. આ વોઈસને તમે મોબાઈલ એપ અને ડેસ્કટોપ બન્ને પર સાંભળી શકો છો.