ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસ પર પૂછપરછ કરતા ત્રણની ધરપકડ

0
38

મુંબઈ,તા:10

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસમાં જબરજસ્તી ઘુસણખોરી પર પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ રાયગઢ જિલ્લાના ભીલાવલી ગામમાં ઉદ્ધવ ઠાકરેનું ફાર્મ હાઉસ છે. મંગળવારે સાંજે ત્રણ લોકો તેમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંથી બે લોકો પોતાને અંગ્રેજી ચેનલના પત્રકાર જણાવી રહ્યાં હતા.

હાલમાં મુંબઇમાં ઉદ્ધવ ઠાકરેના પોતાના નિવાસ માતોશ્રીને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી, ત્યાર બાદ આ ઘટના સામે આવી છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ, ભીલાવલી ગામ પહોંચવા પર ત્રણેય આરોપીએ ગામમાંથી પસાર થઇ રહેલા શખ્સને ઉદ્ધવ ઠાકરેના ફાર્મ હાઉસ અંગે પૂછપરછ કરી. આ શખ્સે જણાવ્યું કે તેઓને ફાર્મ હાઉસ અંગે કોઇ જાણકારી નથી. થોડા સમય પછી ત્રણેય આરોપી ફાર્મ હાઉસના પરિસરમાં પહોંચી ગયા, જ્યાં તેને તે જ શખ્સ મળો. તે ફાર્મ હાઉસનો સુરક્ષાકર્મી હતો.આ પછી ત્રણેય આરોપીઓએ તેને માર્યો અને ત્યાર પછી ત્યાંથી ચાલ્યાં ગયા. સુરક્ષાકર્મીની ફરિયાદ પર ત્રણેય વિરુદ્ધ IPCની અલગ-અલગ ધારાઓને લઇને કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી.