US ચૂંટણી : ભારતીય મૂળના ચાર ઉમેદવારો જીત્યા

0
79

વોશિંગ્ટન
તા : 04
અમેરિકામાં ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામોમાં અત્યાર સુધીમાં ભારતીય મૂળના ચાર ઉમેદવારોએ પણ જીત હાંસલ કરી છે. જેમાં ડોક્ટર અમી બેરા, પ્રેમિલા જયપાલ, આર ઓ ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિનો સમાવેશ થાય છે. ભારતીય મૂળના લોકોની બોલબાલા અમેરિકાની ચૂંટણીમાં વધી રહી છે. આ વખતે રિપબ્લિકન અને ડેમોક્રેટ એમ બંને પાર્ટીઓએ ભારતીય સમુદાયને રીઝવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે.

અમેરિકાની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો નોંધપાત્ર દેખાવ કરી રહ્યા છે. 55 વર્ષીય પ્રેમિલા જયપાલ બીજી વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી જિત્યા છે.47 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિએ લિબર્ટેરિયન પાર્ટીના 30 વર્ષીય ઉમેદવાર પ્રેસ્ટન નેલ્સનને આસાનીથી માત આપી છે.

44 વર્ષીય આર ઓ ખન્નાએ રિપબ્લિકન પાર્ટીના જ ભારતીય મૂળના ઉમેદવાર રિતેશ ટંડનને 50 ટકા કરતા વધારે પોઈન્ટના અંતરથી હરાવ્યા છે. કેલિફોર્નિયાના 17મા કોંગ્રેસ ડિસ્ટ્રિકટમાં આર ઓ ખન્ના સતત ત્રીજી વખત ચૂંટણી જિત્યા છે. જ્યારે કેલિફોર્નિયાના સાતમા કોંગ્રેસ ડિસ્ટ્રિક્ટમાં ડો.અમી બેરાએ રિપબ્લિકન ઉમેદવાર બઝ પેટરસન સામે 25 ટકા કરતા વધારે પોઈન્ટથી જીત મેળવી છે.