અમેરિકી ટીવી ચેનલ્સે ટ્રમ્પનું ભાષણ અધવચ્ચે અટકાવ્યું

0
50

વૉશિંગ્ટન
તા : 06
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની જબરદસ્ત રસાકસી વચ્ચે વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક લાઇવ ભાષણને અમેરિકી ટીવી ચેનલ્સે અધવચ્ચે અટકાવી દીધું હતું. એ માટે એવું કારણ અપાયું હતું કે ટ્રમ્પ એક પછી એક સતત જૂઠ્ઠાણાં બોલી રહ્યા હતા.

અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર ડેમોક્રેટિક પક્ષના જો બાયડને વિક્રમ રૂપ મતો મેળવ્યા હતા. ટ્રમ્પે સતત એવા આક્ષેપ કર્યા હતા કે મતગણતરીમાં બાઇડનના ટેકેદારો ગોટાળા કરી રહ્યા હતા. ટ્રમ્પે ચૂંટણી પરિણામોના મુદ્દે કોર્ટમાં જવાની ધમકી પણ આપી હતી. સાથોસાથ એ સતત ખોટું બોલી રહ્યા હતા. એટલે એમના એક લાઇવ પ્રવચનને ટીવી ચેનલ્સે વચ્ચેથી અટકાવી દીધું હતું. એજ રીતે ટ્વીટરે ટ્રમ્પની ડઝનબંધ ટ્વીટ્સ ડિલિટ કરી નાખી હતી.

અમેરિકામાં વિજય માટે 270 ઇલેક્ટોરલ મતોની જરૂર હોય છે. છેલ્લા ચોવીસ કલાકમાં બાઇડન 264 મતોની આસપાસ હતા જ્યારે ટ્રમ્પ 214 પર અટક્યા હતા. દરમિયાન, કેટલેક સ્થળે હિંસક તોફાનો શરૂ થતાં લશ્કરને બોલાવવાની ફરજ પડી હતી.