વડોદરામાં કોરોનાના અત્યાર સુધીમાં 8269 કેસ નોંધાયા

0
50

વડોદરા
તા : 16
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો યથાવત રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે 1349 નવા કેસ નોંધાયા છે,જ્યારે 1444 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના 17 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,16,345 એ પહોંચી ગયો છે. વડોદરા શહેરમાં કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુરના 60 વર્ષના વૃદ્ધ, વાઘોડિયાના 55 મહિલા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 5 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના એક કાર્યપાલક ઇજનેર પણ કોરોના સંક્રમિત થયા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9918 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 164 થયો છે.

વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8369 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1385 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1179 દર્દીની હાલત સ્થિર છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9918 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1613, પશ્ચિમ ઝોનમાં 1602, ઉત્તર ઝોનમાં 2352, દક્ષિણ ઝોનમાં 1935, વડોદરા ગ્રામ્યમાં 2380 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા શહેરમાં હાલ 3830 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3816 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે. વડોદરા શહેરમાં અત્યારે 17,655 ઘરમાં 67,340 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 35,296 ઘરમાં 1,20,333 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,197 ઘરમાં 1,38,955 લોકો યલો ઝોનમાં છે.