વડોદરામાં કોરોનાના અત્યાર સુધીમાં 7818 કેસ નોંધાયા

0
91

વડોદરા
તા : 30
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 1282 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1111 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 13 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2991 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 273 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 93,883 છે. જેમાંથી એક્ટિવ કેસ 15,230 છે. આજે રાજ્યમાં કુલ 74,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે. વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7818 ઉપર પહોંચ્યો છે. આ સાથે શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 139 થયો છે. વડોદરામાં ગત રોજ 101 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6054 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1625 એક્ટિવ કેસ પૈકી 161 દર્દી ઓક્સિજન ઉપર અને 65 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1399 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7698 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1320, પશ્ચિમ ઝોનમાં 1220, ઉત્તર ઝોનમાં 1971, દક્ષિણ ઝોનમાં 1535, વડોદરા ગ્રામ્યમાં 1736 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા શહેરમાં હાલ 4112 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4102 લોકો હોમ ક્વોરન્ટીન, 7 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 3 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

વડોદરા શહેર : અકોટા, સુભાનપુરા, એકતાનગર, કારેલીબાગ, સવાદ, નવાયાર્ડ, વડસર, સુદામાપુરી, તરસાલી, ગોરવા, સમા, રામદેવનગર, ગોકુલનગર, બાપોદ, શિયાબાગ, નવીધરતી, માંજલપુર
વડોદરા ગ્રામ્ય : સાવલી, કરજણ, ભાયલી, ડભોઇ, પાદરા, વાઘોડિયા, કરોડિયા, ડેસર, રણોલી, કોયલી, પોર