વડોદરામાં 400 કરોડથી વધુના ખર્ચે ત્રણ નવી યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

0
21

ડભોઈ
તા 5
રાજ્ય સરકારે ત્રણ નવી યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. વડોદરા જિલ્લામાં 400 કરોડથી વધુના ખર્ચે ત્રણ નવી યોજનાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ છે. ડભોઈ એપીએમસી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીના વરદ હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-2નું લોકાર્પણ કરવામાં આવ્યું.

ડભોઈ જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-2 થકી 74 ગામ અને 14 વસાહતોના 89 હજાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત વડોદરા બલ્ક પાઈપલાઈન પેકેજ-1 અને 2 યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે સીએમ રૂપાણીએ વેક્સીનેશનની કામગીરીને લઈને ગુજરાત તૈયાર હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.