વડોદરાની પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી

0
43

વડોદરા
તા : 23
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા સ્થિત પારુલ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં મહિલા પ્રોફેસર સાથે ફરજ બજાવતા કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શારીરિક અડપલા, બળાત્કાર તેમજ ખોટી રીતે હેરાનગતિ કરતા હોવા અંગેની લેખિતમાં ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા પારુલ યુનિવર્સિટી ના સંચાલકો દ્વારા સમગ્ર મામલો રફેદફે કરી દેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પ્રિન્સિપાલ અને મહિલા પ્રોફેસરને બંનેને છૂટા કરી દેવામાં આવ્યા છે.

વડોદરા શહેરમાં રહેતી યુવતી ડોક્ટર સ્વાતિ પટેલ (નામ બદલ્યું છે) તેઓએ વાઘોડિયા પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા હતા અને નોકરીમાં જોડાયા બાદ પીએચડી પણ કરતા હતા. તે દરમિયાન હમારા પારુલ કોલેજના કેમ્પસમાં રહેતા અને મુળ પાલનપુર રાજ મંદિર પાસેના નવ જ્યોત કુમાર શાંતિલાલ ત્રિવેદી સાથે સંપર્કમાં આવ્યા હતા.

તેઓએ બે માસ બાદ અમારા અંગત જીવન અને શારીરિક જિંદગી વિષે પૂછવાનું શરૂ કર્યું હતું. તેઓ પોતે પરણિત અને એક પુત્રીના પિતા છે. તેમ છતાં શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી તથા તેમણે અવાર નવાર વિડીયોકોલ દ્વારા બિભત્સ માંગણી કરતા રહ્યા હતા. ડોક્ટર નવજ્યોત કુમાર ત્રિવેદી દ્વારા કોલેજની બહાર પણ અવાર નવાર મળવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી અમારા સાહેબ હોવાના નાતે બહાર પણ મળવા જવું પડતું હતું.