દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ

0
15

મુંબઇ
તા : 02
બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ સાયરા બાનો (Saira Banu)અને દિલીપ કુમાર (Dilip Kumar) બોલિવૂડનાં તે કપલ્સમાંથી એક છે જેમનાં પ્રેમની મિસાલ આપવામાં આવે છે. તેમનાં ફેન્સ એમ જ તેમને સાથે જોવા ઇચ્છે છે. આ વચ્ચે દિલીપ કુમાર (Dilip Kumar)અંગે એક મોટા સમચાર સામે આવી રહ્યો છે. એક્ટર સ્વાસ્થ્ય કારણોને કારણે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ છે. જોકે, તે રુટીન ચેકઅપ માટે દાખલ છે.

આ વાતની જાણકારી દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ આપી છે. તેમણે કહ્યું કે, દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય કારણે અમે અહીં રુટિન ચેકઅપ માટે આવ્યાં છીએ. ઇશ્વરની કૃપાથી અમે જલ્દી જ સુરક્ષિત પોતાનાં ઘરે પરત આવીશું આપને જણાવી દઇએ કે, કોરોનાને જોતા સાયરા બાનો (Saira Banu) અને દિલીપ કુમાર (Dilip Kumar)એ આ વખતે તેમનો 54મો જન્મ દિવસ (Dilip Kumar Saira Banu Wedding Anniversary) નહોતો માનાવ્યો.

કોરોના વાયરસ (Coroavirus)ને કારણે દિલીપ કુમારનાં બે નાના ભાઇઓનું નિધન થઇ ગયું છે. જેને કારણે તેમને આ નિર્ણય લીધો હતો. દિલીપ કુમાર (Dilip Kumar Twitter)એ પોતાનાં સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી જણાવી છે. જેમાં તેમણે તેમનાં ભાઇઓનાં નિધન અંગે દુખ જાહેર કર્યું હતું. દિગ્ગજ એખ્ટરે ટ્વિટર પર આ સંદેશ તેમનાં ફેન્સની સાથે શેર કર્યો હતો.