વિરાટ અનુષ્કા બનશે માતા પિતા, ઇન્સ્ટાગ્રામ પર આપ્યા સમાચાર

0
259

મુંબઈ,તા:27

બોલિવૂડની પરી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી માતા-પિતા બનવાના છે. હાર્દિક પંડ્યા હાલમાં જ પિતા બન્યો છે ત્યારે વિરાટને લઇને ઘણા લોકો પ્રશ્નો પૂછતા હતા કે તમે ક્યારે પિતા બનવાના છો. અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને કહી દીધુ છે કે 2021માં તે બંને માતા પિતા બનશે.

 

વિરાટ અને અનુષ્કા માતા પિતા ક્યારે બનશે તે સવાલનો જવાબ હવે બધાને મળી ગયો છે.