કોરોના વાયરસના કારણે આઇપીએલ સસપેન્ડ : BCCI

0
80

મુંબઇ
તા : 04
દેશ માટે અત્યારનો સમય ખુબ જ મુશ્કેલીભર્યો છે. હોસ્પિટલમાં દર્દીઓ કીડી-મકોડાની જેમ ઉભરાઇ રહ્યા છે તો બીજી તરફ આઇપીએલમાંથી પણ વિદેશી ખેલાડીઓ બહાર થઇ રહ્યા છે. મહામારીના કારણે આ સિઝનની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ કરવાામં આવી છે. આ વિશે BCCIના રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને માહિતી આપી છે.

આવા સમયમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં રાત્રી કરફ્યુ લગાવી દીધો છે પરંતુ બાયો બબલમાં આઇપીએલ મેચ જોશ સાથે રમાઇ રહી હતી પરંતુ હવે બાયો બબલ પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. કોરોનાએ બાયો બબલમાં ઘૂસણખોરી કરી છે. કોરોનાએ આ બાયો બબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના બે ખેલાડી અને ચેન્નઇ સુપર કિંગ્ઝના સપોર્ટ સ્ટાફને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.

IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.