વિસાવદરમાં મકાન ધરાશાયી થતા માતા અને પુત્રનું મોત

0
53

જૂનાગઢ
તા : 22
વિસાવદરમા ગઇકાલે રાતે 9.30ની આસપાસ કાચુ મકાન ધરાશાયી થયું હતું. જેમા ઘટનાસ્થળે જ માતા અને એક પુત્રના મોત થયા છે. જ્યારે પિતા અને અન્ય પુત્રને ઈજા થવાથી વીસાવદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે મીડિયાને મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વિસાવદરના રેલ્વે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામા રહેતા દીનેશભાઈ મકવાણાના કાચા મકાનની છત અચાનક ધરાશાયી થઇ ગતી. જેથી ધરમા રહેલા દીવય દીનેશ મકવાણા ઉ. 11 અને તેની માતા રીનાબેન દીનેશભાઈ મકવાણાનું દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે દીનેશભાઈ અને તેના મોટા પુત્ર દીપસને ઈજા થતા સારવાર માટે હૉસપીટલમા ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.