ગુજરાતના આ તાલુકામાં 10મી મે સુધી લોકડાઉન

0
9

મહેસાણા
તા : 03
કોરોના મહામારીમાં વિસનગર શહેર કપરાકાળમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે એક વેપારી મંડળ દ્વારા લોકોને વિશ્વાસમાં લીધા સીવાય બજારો ખોલવાના નિર્ણય કરતા ભારે રોષ ફેલાયો હતો. મહામારીમાં શહેરીજનોના હિતનો પ્રશ્ન હોઈ ફેર વિચારણા માટે મળેલી મીટીંગમાં ૧૦ મી મે સુધી બજારો બંધ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

વિસનગર અત્યારે સંક્રમણ વધવાની સંખ્યામાં જીલ્લામાં બીજા સ્થાને આવે છે. રોજના ૧૦૦ ઉપરાંત પોઝીટીવ કેસ નોધાઈ રહ્યાં છે. શહેર અને તાલુકામાં થઈ ૧૦ ઉપરાંત્ત મૃત્યુ થાય છે. સાર્વજનિક સ્મશાનમાં મૃતદેહોના ઢેર થતા અન્ય સ્મશાનગૃહો શરૃ કરવાની ફરજ પડી છે. આવા વિકટ સંજોગોમાં કોપરસીટી વેપારી મંડળના ૨૦ થી ૨૫ વેપારીઓ એકઠા થઈ શહેરમાં અન્ય કોઈને વિશ્વાસમાં લીધા સીવાય તા.૩-૫ થી બજારો શરૃ કરવાનો નિર્ણય કરતા આ નિર્ણય સામે ચોમેરથી રોષ ફેલાયો હતો.

આવા વિકટ સમયમાં બજારો શરૃ થાય અને બહારગામથી લોકો ખરીદી કરવા આવે સંક્રમણ વધુ ફેલાય તેમ હોઈ આજરોજ હરિહર સેવા મંડળમાં સવારે ૧૦-૦૦ કલાકે ધારાસભ્ય પટેલ, પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ, મામલતદાર બી.જી.પરમાર, ચીફ ઓફીસર અશ્વીન પાઠક, કોર્પોરેટરો તથા વેપારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં મીટીંગ મળી હતી.