અમદાવાદ : ભગવાન જગન્નાથની 144મી જળયાત્રાનો પ્રારંભ

0
13

અમદાવાદ
તા : 24
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 144મી જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરમાં જમાલપુર જગદીશ મંદિરેથી નીકળતી રથયાત્રા પૂર્વે જળયાત્રાનો ગજરાજ, ધ્વજપતાકા સાથે વરઘોડો નીકળ્યો છે. જેમાં મંદિરના મહંત દિલીપદાસજી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જોડાયા છે. સાબરમતીના સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન કરવામાં આવ્યું.

કોરોનાની મહામારીના કારણે સતત બીજા વર્ષે પણ રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા સાદગીથી આયોજિત કરવામાં આવી છે. જગન્નાથ મંદિરના મહંત દીલીપ દાસજીએ સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના ઘાટે ગંગાપૂજન કર્યું. જો કે, જળયાત્રામાં કોઈ કોઈ ભજન મંડળી પણ સામેલ થઇ નથી. બીજી તરફ સઘન બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. જો કે, આ વરઘોડા માટે શહેર પોલીસે આપેલી પરવાનગી મુજબ 5 હાથી, 5 ધજા અને 5 કળશ સાથે જગદીશ મંદિરના કુલ 50 સત્સંગીઓ ઉપસ્થિત રહ્યાં છે. મહત્વનું છે કે, જળયાત્રા એટલે રથયાત્રાનો પ્રથમ પડાવ. રથયાત્રા પૂર્વેની આ વિધિ સાથે રથયાત્રાની આખરી તૈયારીઓ શરૂ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થતાં આ વર્ષે આગામી 12 જુલાઈએ રથયાત્રા યોજાય તેવી ભક્તોમાં આશ બંધાઈ છે તો જગદીશ મંદિરના ટ્રસ્ટીઓ પણ રથયાત્રાની મંજૂરી મુદ્દે સરકાર અને પોલીસની બેઠકના આમંત્રણની રાહ જોઈ રહ્યાં છે.