વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીમાં 27 લોકો કોરોનાગ્રસ્ત

0
36

વોશિંગ્ટન
તા : 08
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમિત થયા પછી વ્હાઇટ હાઉસના અત્યાર સુધીમાં 27 કર્મચારીઓ વાઇરસની ઝપટમાં આવી ચુકયા છે. ટ્રમ્પ સાથે જોડાયેલા મોટાભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત છે. ટ્રમ્પના મુખ્ય સહયોગી સ્ટીફન મિલર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. મિલરે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી હું કવોરન્ટાઇન છું અને સૌથી દુર રહીને કામ કરૂં છું.

બીજી બાજુ કોરોનાથી સ્વસ્થ થયેલા ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે માસ્ક ન પહેરવા પર રિપબ્લિકન પાર્ટીની સેનેટર સુઝેન કોલિન્સે ટ્રમ્પની ટિકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંક્રમિત થવા છતા પણ દેશના રાષ્ટ્રપતિને આટલી ઝડપથી હોસ્પિટલમાંથી રજા મળે તેથી આશ્ર્ચર્યચકિત છું. જયારે મેં ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં માસ્ક વિના જોય તેથી મને લાગ્યું કે આથી ખોટો મેસેજ જશે.