ભારતને હરાવી ન્યૂઝીલેન્ડ બન્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન

0
57

સાઉથમ્પ્ટન
તા : 24
ન્યૂઝીલેન્ડે વરસાદના કારણે રિઝર્વ-ડે સુધી ખેંચાયેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં ભારતને આઠ વિકેટે હરાવીને વિરાટ કોહલીની ટીમ તથા કરોડો ભારતીય સમર્થકોનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર કરી દીધું હતું. ભારતે બીજા દાવના આધારે ન્યૂઝીલેન્ડને ૧૩૯ રનનો લક્ષ્‍યાંક આપ્યો હતો. જેને કિવિ ટીમે ૪૫.૫ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૪૦ રન બનાવીને હાંસલ કરી લીધો હતો. આ સાથે ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ટીમ બની ગઇ હતી. ભારતીય સુકાની વિરાટ કોહલી વધુ એક વખત આઇસીસીની મેજર ટ્રોફી પોતાના નામે કરવાથી વંચિત રહ્યો હતો. કિવિ પેસ બોલર જેમીસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારતનો બીજો દાવ ૧૭૦ રનમાં સમેટાયો હતો.

139 રનનો પીછો કરવા ઉતરેલી કીવી ટીમે સારી શરુઆત કરી હતી. ટોમ લાથમ અને ડેવોન કોનવેની જોડીએ 33 રન કર્યાં હતા. અહીં ટીમ ઈન્ડીયાને શરુઆતની વિકેટની જરુર હતી પરંતુ બન્નેએ 13 ઓવર સુધી વિકેટને દૂર રાખી હતી. જોકે રવિચંદ્રન અશ્વિને 14 મી ઓવરના ત્રીજા બોલમાં ટોમ લાથમને આઉટ કરાવી દીધો હતો.

વિકેટકિપર ઋષભ પંત તબિયત ખરાબ હોવાને કારણે મેચ રમી શક્યો નહોતો. તેની જગ્યાએ ઋદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરવા આવ્યો હતો. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ સાઉથમપ્ટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમાં રમાઈ હતી. ભારતનો બીજો દાવ ફક્ત 170 રનોમાં પૂરો થઈ ગયો હતો અને આ રીતે ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડને જીત માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 24 ઓવર પછી ન્યૂઝીલેન્ડનો સ્કોર 60 રનમાં 2 વિકેટ હતો. ટેલરે અશ્વિનની એક ઓવરમાં બે ચોગ્ગા લગાવ્યાં હતા. અશ્વિને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે બન્ને ઈનિંગ્સમાં પહેલી વિકેટ લીધી. અશ્વિન 2010 પછી ઈંગ્લેન્ડમાં આવું 2 વાર કરનાર પહેલો બોલર બની ગયો છે. 2010 પછી અત્યાર સુધી ઈંગ્લેન્ડમાં 3 વખત સ્પિનર્સે બન્ને ઈનિગ્સમાં પહેલી વિકેટ લીધી છે.