WTCની ટ્રોફી અંગે ICCએ નિર્ણય લેવો જોઈએ: ગાવસ્કર

0
146

મુંબઇ
તા : 22
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં વરસાદનું વિધ્ન છવાયેલું રહ્યું. ચારમાંથી મેચના બે દિવસ વરસાદના કારણે બરબાદ થઈ ગયા. પ્રથમ દિવસે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો. જ્યારે ચોથા દિવસે પણ વરસાદના કારણે ખેલાડીઓ મેદાન પર ઉતરી શક્યા ન હતી. જેને લઈ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ICCને આડે હાથ લીધી છે અને કહ્યું કે, ICCએ નક્કી કરવું જોઈએ કે WTCની ટ્રોફી કોઈ એક ટીમના હાથમાં જાય.

પૂર્વ ભારતીય કેપ્ટને એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના વિજેતા નક્કી કરવા માટે ICCએ એક ફોર્મ્યુલા લાવવી જોઈએ. ગાવસ્કરે જણાવ્યું કે, જો WTCની ફાઈનલ ડ્રો જાય છે. તો વિજેતાને પસંદ કરવા માટે એક ફોર્મ્યુલા હોવી જોઈએ. ICC ક્રિકેટ કમિટીએ આ વિશે વિચારવું જોઈએ અને તે પછી તે અંગે નિર્ણય લેવો જોઈએ. ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં રમાઈ રહેલા આ મેચના 4 દિવસમાં માત્ર 141.1 ઓવર જ રમવામાં આવી છે. ICCએ મેચ માટે એક દિવસ અનામત રાખ્યો છે અને આવી સ્થિતિમાં મેચનો નિર્ણય 5માં અને છઠ્ઠા દિવસની રમતમાં લેવાનો છે. હજી 308.5 ઓવર રમાવાની બાકી છે. જે આગામી બે દિવસમાં મુશ્કેલ બનશે.

મને લાગે છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ ડ્રોમાં સમાપ્ત થવા જઈ રહી છે અને આ ટ્રોફી બન્ને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે. આ પહેલી વાર હશે જ્યારે ટ્રોફી ફાઈનલમાં આ રીતે શેર કરવામાં આવશે. 3 ઈનિંગ્સ બે દિવસમાં અશક્ય છે. જો બન્ને ટીમો ખૂભ ખરાબ રીતે બેટીંગ કરશે તો ત્રણેય ઈનિંગ્સ પૂર્ણ કરી શકાશે.