Xiaomiએ સ્માર્ટફોનના ભાવમાં કર્યો ઘટાડો, જાણો શું છે ઓફર

0
252

Xiaomiએ Poco F1ની કિંમતમાં એક વખત ફરીથી ઘટાડો કર્યો છે. જો કે આ ઘટાડો હંમેશા માટે નથી, પણ લિમિટેડ સમય માટે છે. Poco F1ને ફ્લિપકાર્ટ પર 17,999 રૂપિયાના પ્રારંભિક ભાવ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં Poco F1ના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 20,999 રૂપિયા થઇ છે, જે પહેલા 22,999 રૂપિયા હતી.

ઉલ્લેખનિય છે કે ચાઇનાની સ્માર્ટફોન કંપની Xiaomiએ સ્માર્ટફોન Poco F1ને અત્યારે ડિસ્કાઉન્ટ સાથે ફ્લિપકાર્ટ પર 17,999 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. જોકે કંપનીએ તેને પોતાના પોર્ટલ પર 17,999 રૂપિયાની કિંમતમાં લિસ્ટ કર્યો છે, પરંતુ યૂજર્સ Axis Bank કાર્ડ દ્વારા પેમેન્ટ કરતાં અથવા EMI કરાવતાં તેના પર ફ્લેટ 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ કિંમત સ્માર્ટફોનના 6GB રેમ અને 64GB સ્ટોરેજવાળા વેરિએન્ટ માટે છે. Poco F1 સ્માર્ટફોનને ઓગસ્ટ 2018 માં રજૂ કરવામાં આવ્યો હતો.

સ્માર્ટફોનના કોઇપણ વેરિએન્ટની ખરીદી પર નો કોસ્ટ EMI ઓફર કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાહક Axis Bank Buzz ક્રેડિટ કર્ડ દ્વારા ખરીદી કરતાં 5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. સ્માર્ટફોન સ્ટીલ બ્લૂ, ગ્રેફાઇટ બ્લેક અને રોસો રેડ કલરમાં ઉપલબ્ધ છે. ફોનની કનેક્ટિવિટીની વાત કરીએ તો USB Type-C port, બ્લૂટૂથ, 4G VoLTE, ડ્યૂલ સિમ કાર્ડ સ્લોટ, જીપીએસ અને Wi-Fi 802.11ac છે.

Poco F1 સ્માર્ટફોનમાં 6.18 ઇંચની FHD+ ડિસ્પ્લે છે. સ્માર્ટફોનમાં સ્નૈપડ્રૈગન 845 SoC પ્રોસેસર અને 8 GB રેમ છે. ફોનમાં લિક્વિડ કૂલ ફીચર ઉપલબ્ધ છે. ફોનમાં 4,000 mAh બેટરી છે જો ક્વિક ચાર્જિંગ ફીચરથી સજ્જ છે. સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી, 5 મેગાપિક્સલનો સેકંડ્રી અને 20 મેગાપિક્સલની દમદરા સેલ્ફી કેમેરા સેટઅપ છે.