કંગના બાદ આ અભિનેત્રીએ માગી Y કેટેગરીની સુરક્ષા

0
46

મુંબઈ,તા;30

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ ઘોષ હાલમાં અવારનવાર સમાચારમાં ચમકતી રહે છે. તેણે બોલિવૂડના ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સામે જાતીય સતામણીનો આરોપ દાખલ કર્યો હતો. આ સાથે તેણે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. પાયલ અને તેના વકીલ નીતિન સાતપૂતેએ કેન્દ્રના પ્રધાન રામદાસ આઠવલેન મુલાકાત લીધી હતી. હવે મંગળવારે તેણે ગવર્નર ભગતસિંહ કિશોરીની પણ મુલાકાત લીધી હતી અને પોતાના માટે Y કેટેગરીની સુરક્ષાની માગણી કરી હતી. તેણે એવો દાવો કર્યો હતો કે જ્યારથી તેણે અનુરાગ કશ્યપ સામે ફરિયાદ દાખલ કરી છે ત્યારથી તેને ધમકીઓ મળી રહી છે.

પાયલ ઉપર જીવનું જોખમ

પાયલ ઘોષના વકીલ નીતિને ટ્વિટ કરીને લખ્યું હતું કે પાયલ અને હું આજે 12.30 કલાકે ગવર્નર ભગતસિંહ કિશોરીને રાજભવન ખાતે મળ્યા હતા. હવે અમે તેમને પાયલને Y કેટેગરીની સુરક્ષા માટે પત્ર લખીશું કેમ કે પાયલ ઉપર જીવનું જોખમ રહેલું છે.

આખો મામલો શું છે..

પાયલ ધોષે અનુરાગ સામે આક્ષેપ મૂક્યો હતો કે તેણે તેના યારી રોડ ખાતેના નિવાસ પર 2013માં પાયલ સાથે દુર્વ્ય વહાર કર્યો હતો. આ આરોપ બાદ પાયલ ઘોષ વર્સોવા પોલીસ સ્ટેશને ગઈ હતી અને ત્યાં તેણે અનુરાગની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો હતો. તેની ફરિયાદને આધારે અનુરાગ ઉપર ભાતીય દંડ સંહિતાની કલમ 375 (યૌન દુષ્કર્મ), 354 (મહિલા પર શીળ ભંગ કરવાના ઇરાદાથી હુમલો કરવો) વગેરે અન્વયે ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે અનુરાગના વકીલે આ આરોપો પાયાવિહોણા ગણાવ્યા હતા.